Objective
The prime objective of the Pragna Sabha is to bring the intellectuals and scholars across the nation together and channelize their intellectual potential to strengthen the nation.
There is a popular belief among the people in our country that the first ray of light, in the sense of knowledge and research, appeared in the West and a process of development got initiated there and from there it went to the other parts of the world. This implied that there was darkness elsewhere and the West brought light to them. It led to another belief also that we did not have any tradition of knowledge and scientific study, because we had no vision of research and hence, we are indebted to the West only for the development as it is visible today here. This led us to mimic the west, because we perceived it as superior in every respect. To follow the West became a characteristic of the progressive and scientific temperament, while sticking to any native tradition came to be perceived as backwardness, orthodoxy and medieval thinking.
However, the facts are altogether different. In the 19th and the early 20th century, our forefathers had proved through their deep study that India was on the top not only in the fields of philosophy and spirituality, but also in the fields of science and technology. Our ancient scholars, whom we call Rishies, had actually coordinated science and spirituality very well for the benefit of common masses. That had developed scientific temperament among them and that had internalized in them a bio-culture/environment friendly life style, the dire need of which is felt by the entire world today. As of now, many scholars have brought out before the intellectuals of the world the facts of ancient Indian sciences through various books and articles supported with strong evidences.
The Orientalist studies by the early European scholars had in a way established India for her intellectual prosperity and diversified studies in various domains of knowledge. They very well knew that India had solutions to all major critical issues of humanity in their knowledge systems like economics, psychology, technology, health in wider senses, medicine, transportation, agriculture, management, military and weaponry science, education, happiness science, ethics, administration, trade and industry, animal husbandry etc.
In the current context, it is essential to bring those efforts before our people and generate a new sense of pride among them. The assumed inferiority complex on our part has given rise to many issues, which may prove to be unmanageable in future, if not addressed right now. Pragna Sabha is an organization striving to resolve various problems of the society by bringing together the sincere researchers and applying their expertise to address various issues plaguing the society.
Pragna Sabha has identified some broad study areas like Science and Technology, Agriculture, Industry, Commerce and Economics, Education, Environment and Preservation of Water, Sevabandhu, Vanbandhu, Law, Security and Health and has further planned to utilize the knowledge of the scholars and intellectuals working in the mentioned areas for a constructive work in the society. For benefitting the society, the Pragna Sabha proposes to organize the meetings of these scholars and their fellow members from their fields for the brainstorming sessions and further research in their areas. This would put their ideas and research into action and strengthen India for its own betterment and also the betterment of humanity as a whole.
પ્રસ્તાવના:
પ્રજ્ઞાસભાનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં ભારતીયતાને વરેલા પ્રજ્ઞાવાન લોકો એટલે કે બૌદ્ધિકો અને વિદ્વાનોને એક મંચ પર લાવી તેમની બૌદ્ધિક સંપદાને નિઃસ્વાર્થ રીતે સમાજ ઉપયોગી બનાવી રાષ્ટ્રને મજબૂત બનાવવાનો છે.
દેશના સામાન્ય લોકોમાં એક માન્યતા પ્રવર્તે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પશ્ચિમના દેશોમાં જ થતો હતો અને તેના કારણે સમગ્ર વિશ્વમાં વિકાસ થયો હતો પૂર્વના દેશોમાં આવા સંશોધનના ક્ષેત્રમાં અંધકાર હતો આ પ્રકારની ગેરમાન્યતાને કારણે, પશ્ચિમનું અનુકરણ કરવાની વૃત્તિ દેશમાં જોવા મળે છે. આમ,પશ્ચિમનું અનુકરણ કરવું એ પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક સ્વભાવની લાક્ષણિકતા બની રહ્યું, જયારે આપણી મૂળ પરંપરાને વળગી રહેવું એ પછાતપણું, રૂઢિચુસ્તતાવાદી અને મધ્યયુગીન વિચાર તરીકે માનવામાં આવ્યું. પરિણામે આપણી પણ એક વૈજ્ઞાનિક પરંપરા હતી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ હતી એવી કોઈ સમજ ન હોવાના કારણે, આજના વિશ્વમાં પણ આપણી ભૂમિકા હોઈ શકે છે આ વિશ્વાસ નો અભાવ ચારે બાજુ દેખાઈ રહ્યો છે પરંતુ તથ્યો સાવ જુદા છે.
આપણા વિદ્વાન પૂર્વજો એ તેમના ગૂઢ અભ્યાસ દ્વારા સાબિત કર્યું હતું, કે ભારત માત્ર ધર્મ દર્શનના ક્ષેત્ર માંજ નહીં, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ અગ્રણી હતો. આટલું જ નહીં, એ વિદ્વાન પૂર્વજોએ સામાન્ય લોકોના હિત માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય કર્યો હતો અને તેમની વચ્ચે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવ્યો હતો. આ સમન્વયના ભાગ રૂપે બહાર આવેલ વૈજ્ઞાનિક દ્રષ્ટિના કારણે તેઓએ વિજ્ઞાનના વિકાસનો એવો અભિગમ અપનાવ્યો કે જેનાથી તેમની જીવનશૈલી જ પર્યાવરણ ને અનુકૂળ બનાવી દીધી હતી, કે જે સમગ્ર જીવસૃષ્ટિ માટે અનુકૂળ હોય જેની આવશ્યકતા આજનું વિશ્વ પણ અનુભવી રહ્યું છે. હમણાં, આપણા વિદ્વાનો, વિશ્વના બૌદ્ધિકો સમક્ષ વિવિધ પુસ્તકો અને લેખો ના મજબૂત પુરાવા સાથે પુરાતન ભારતીય વિજ્ઞાન ના તથ્યો બહાર લાવ્યા છે.
યુરોપિયન વિદ્વાનોએ પણ ભારતને વૈવિધ્યસભર અભ્યાસ માટેનું કેન્દ્ર બનાવેલ. તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા કે ભારત પાસે માનવતાની દરેક નાજુક અને નિર્ણાયક સમસ્યાઓનું નિરાકરણ છે. ઉપરાંત ભારત પાસેથી અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તકનીકી, આરોગ્ય, પરિવહન, કૃષિ, મેનેજમેન્ટ, લશ્કરી અને શસ્ત્રવિજ્ઞાન, સુખી શિક્ષણશાસ્ત્ર, નીતિશાસ્ત્ર , વહીવટીશાસ્ત્ર, વેપાર અને ઉદ્યોગ, પશુપાલન વગેરે જેવી જ્ઞાનની વ્યવસ્થા મળી શકે છે.
વર્તમાન સમયમાં, આ બધી વાતો આપણા લોકો સમક્ષ લાવી તેમની વચ્ચે ગૌરવની ભાવના પેદા કરવી ખુબ જરૂરી છે કારણકે ખોટી ધારેલી વાતોના કારણે મનમાં જન્મેલી લઘુતાગ્રંથી આપણા માં ઘણી સમસ્યાઓ પેદા કરે છે. જો અત્યારે એના તરફ દુર્લક્ષ રાખવામાં આવશે તો ભવિષ્યમાં કોઈપણ રીતે નિરાકરણ ન કરી શકાય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઇ શકે છે. પ્રજ્ઞા સભા એ સમાજની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્નશીલ છે જેમાં નિષ્ઠાવાન સંશોધનકારોને એકઠા કરી તેમની કુશળતાનો ઉપયોગ કરીને, સમાજની મુશ્કેલીઓને લગતા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઇ તેનું યથાર્થ નિરાકરણ કરવા માટે પ્રયત્નશીલ છે.
પ્રજ્ઞા સભાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, કૃષિ, ઉદ્યોગ, વાણિજ્ય અને અર્થશાસ્ત્ર, શિક્ષણ, પર્યાવરણ અને જળ સંરક્ષણ, સેવાબંધુ, વનબંધુ, કાયદો અને સુરક્ષા, આરોગ્ય જેવા કેટલાક વિસ્તૃત અધ્યયન ક્ષેત્રોની ઓળખ કરી છે. આગળ જતા સમાજ ઉપયોગી રચનાત્મક કાર્ય માટે આ ક્ષેત્રોમાં કાર્યરત વિદ્વાનોના જ્ઞાનનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. આ માટે પ્રજ્ઞા સભા ઉપરના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત વિદ્વાનો અને તેમના સાથી સભ્યોને તેમના ક્ષેત્રોમાં વધુ સંશોધન કરી શકે તે માટે ગ્રુપ-બેઠકો અને વિચારણીય સંગોષ્ઠી સત્રોની ગોઠવણી કરે છે જેના દ્વારા તેમના વિચારો અને સંશોધનને કાર્યમાં લાવી ભારતીય સમાજ અને સાથે સમગ્ર માનવ જાતને મજબુત બનાવી શકવાની નેમ ધરાવે છે.