-
મૂલ્યવર્ધિત વૈકલ્પિક અભ્યાસક્રમ - ૩
-
યુનિટ ૧ આદર્શ ભારતીય યુવા બનવા માટે મારું લક્ષ્ય અને ધ્યેય.
- શિક્ષણમાં લશ્કરી તાલીમ ફરજિયાત, યુવાનોના હાથમાં ભારતનું ભાવી, સામાજિક / આર્થિક સાંસારિક અને તેમાં અનુશાસનનું મહત્ત્વ, જીવન કૌશલ્યના વિવિધ આયામો (LIFE SKILLS), લિડર્સ બોર્ન ઓર મેઈડ.
-
યુનિટ ૨ – પ્રાર્થના, શિક્ષણ અને મનોરંજનનું મહત્ત્વ.
- શાળા છોડી દેનારાઓનું શિક્ષણ ચાલુ રાખવાના કાર્યક્રમો, નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઉપચારાત્મક કોચિંગ, સ્વચ્છ ભારત મિશન, સમૂદાય માટે સહભાગી સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો જેમાં સૂચના અને મનોરંજન માટે સમૂહ માધ્યમોનો ઉપયોગ, સામૂદાયિક ગાયન, નૃત્ય વગેરેના કાર્યક્રમોન સમાવેશ થાય છે; ગ્રામીણ ભૂમિ સ્વદેશી રમતો, સાંપ્રદાયિકતા, જાતિવાદ, પ્રાદેશિકવાદ, અસ્પૃશ્યતા, માદક દ્રવ્યોના દુરૂપયોગ વગેરે જેવા સામાજિક દુષણો નાબૂદી પર ચર્ચાઓ સહિતના કાર્યક્રમો, ગ્રાહક જાગૃતિ ડિજિટલ જાગૃતિ / મતદાર જાગૃતિ.
-
યુનિટ ૩ ઘરગથ્થુ ઉપચાર.
- યોગ અને આયુર્વેદ દ્વારા રોગ નિવારણ, ઘરગથ્થું ઉપચાર, દાદીમાનું વૈદું પ્રકારનું રસોડામાંથી જ ઉપચાર, “જેવું અન્ન તેવું મન” – ભારતીય આહાર પદ્ધતિ અને તેનો વૈજ્ઞાનિક પક્ષ, ઉપયોગમાં ન લઈ શકાય તેવા વાસણો, મસાલા વગેરેનો ત્યાગ / કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ ?
-
યુનિટ ૪ – કૌશલ્ય કળા.
- ખૂબ સામન્ય લાગતું એવું ઘરમાં ઉપયોગી ઈલેક્ટ્રિક કામ / પ્લમ્બિંગ કામ / બાગ બગીચાનું કામ / સુતારી કામ / રંગકામ/સીવણ કામ / કોમ્પ્યુટર વર્ક વગેરે શીખવું અને તે રીતે આર્થિક ઉપયોગી થઈ ઘર-પરિવાર સુરક્ષા ઉપયોગમાં ન લઈ શકાય તેવા ઝેરી તત્ત્વોવાળા વાસણોની પરખ / ઝેરી તત્ત્વો મિશ્રિત મરી-મસાલા વગેરેનો ત્યાગ કરી કઈ વસ્તુઓને રસોડામાં ઉપયોગ કરવો જોઈએ તેની સમાજ સાથે ઘર-પરિવાર સુરક્ષા.